Galaxy Wearable ગોપનીયતા સૂચન છેલ્લે અપડેટ કર્યું: એપ્રિલ 1, 2021 Samsung Electronics Co., Ltd. માં, અમે જાણીએ છીએ કે અમારા ગ્રાહકો માટે ગોપનીયતા કેટલી અગત્યની છે.અમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે એકત્ર કરીએ છીએ અને તેનો ઉપયોગ કરીએ છીએ તે તમે સમજો છો તે સુનિશ્ચિત કરવા માટે અમે આ ગોપનીયતા સૂચન તૈયાર કર્યું છે. અમારી ગોપનીયતા નીતિ - જે https://account.samsung.com/membership/terms/privacypolicy પર જોઈ શકાય છે - તે તમારા Galaxy Wearable ના ઉપયોગ પર પણ લાગુ પડે છે.અમારી ગોપનીયતા નીતિ અમે તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના વિશેની વધુ માહિતીનો સમાવેશ કરે છે.તે અમારો કેવી રીતે સંપર્ક કરવો તેના વિશેની માહિતીનો પણ સમાવેશ કરે છે.આ ગોપનીયતા સૂચન ઉપરાંત અમારી ગોપનીયતા નીતિને કૃપા કરીને વાંચો.જોકે, આ ગોપનીયતા સૂચન દરેક વખતે ગોપનીયતા નીતિ કરતાં વધુ મહત્વનું સ્થાન ધરાવશે. અમે કઈ માહિતી એકત્ર કરીએ છીએ? તમારા Galaxy Wearable મારફતે, અમે વિવિધ રીતે તમારા વિશેની માહિતી એકત્ર કરીએ છીએ અને જાળવીએ છીએ. માહિતી કે જે તમે સીધી પૂરી પાડો છો • તમે તમારા Galaxy Wearable ઉપકરણ પર Samsung account માં લૉગ ઇન કરો છો, ત્યારે Samsung account માહિતી, જેમ કે તમારું Samsung account ID. તમારા Galaxy Wearable ના તમારા ઉપયોગ વિશેની માહિતી • તમારા ડિવાઇસો વિશે માહિતી, જેમ કે ઉપકરણનો પ્રકાર, ઉપકરણ મૉડલ, OS પ્રકાર અને વર્ઝન, ઉપકરણ ઓળખકર્તા અને અન્ય અનન્ય ઓળખકર્તાઓ, મોબાઇલ નેટવર્ક પ્રદાતાઓ, ઉપકરણ કન્ફિગરેશન્સ અને સેટિંગ્સ; • GPS, બ્લ્યુટુથ અને WiFi સિગ્નલ મારફતે તમારા સ્થાનથી સંબંધિત માહિતી.તમારા Galaxy Wearable ની કેટલીક સુવિધાઓને તમારા ઉપકરણના ચોક્કસ ભૌગોલિક સ્થાનનો સંગ્રહ કરવાની જરૂર છે, અને તે કિસ્સાઓમાં અમે તમારું ભૌગોલિક સ્થાન એકત્ર કરીશું, પણ ફક્ત તમારી પરવાનગી સાથે.Galaxy Wearable સુવિધાને તમારું ચોક્કસ ભૌગોલિક સ્થાન એકત્ર કરવાની જરૂર હોય ત્યારે તમારું ઉપકરણ તમને સૂચિત કરશે.કૃપા કરીને નોંધો કે જો તમે Galaxy Wearable ને તમારા ચોક્કસ ભૌગોલિક સ્થાનને એકત્ર કરવાની મંજૂરી આપતા નથી, તો Galaxy Wearable ની બધી સુવિધાઓનો તમે ઉપયોગ કરી શકશો નહીં; • જ્યારે તમે રિમોટ જોડાણ સુવિધાનો ઉપયોગ કરો છો (જેમ કે તમારા મોબાઇલ ઉપકરણને તમારા Galaxy Wearable ઉપકરણ સાથે બ્લ્યુટુથના બદલે Wi-Fi અથવા મોબાઇલ ડેટાથી જોડાણ કરવું જેથી તમારા Galaxy Wearable તમારા ફોનથી સંદેશા પ્રાપ્ત કરી શકે); તમારા મોબાઇલ ઉપકરણ પર ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સ વિશેની માહિતી જેમ કે સૂચનાઓ અને પ્રાપ્ત સંદેશા અને ઇમેલ્સની સામગ્રી (સંદેશા અને મીડિયા ફાઇલોની સામગ્રી સહિત); અને • જો તમે બૅકઅપ અને પુનઃસ્થાપના સુવિધા, સૉફ્ટવેર વર્ઝન, વેચાણ કોડ, ઇન્સ્ટોલ કરેલી અને તાજેતરમાં ઉપયોગમાં લેવામાં આવેલી ઍપ્સની યાદી, ડેટા અને ઇન્સ્ટૉલ કરેલ ઍપ્સના સેટિંગ્સ, ઘડિયાળનો ચહેરો, ઍપ્સનો અને વિજેટ્સ સહિત હોમ સ્ક્રીન સેટિંગ્સ, સૂચના સેટિંગ્સ, પ્રદર્શન, ધ્વનિઓ અને કંપન સહિત સિસ્ટમ સેટિંગ્સનો ઉપયોગ કરો છો. • જો તમે નિદાનાત્મક ડેટા,નિદાનાત્મક, ટેકનિકલ, ભૂલ, અને વપરાશની માહિતી જેમ કે તમારા Galaxy Wearable ના તમારા ઉપયોગનો સમય અને સમયગાળો મોકલવા માટે સંમત થયા હો, તો તમારા દ્વારા ઇન્સ્ટૉલ કરેલ ઍપ્સ અને તમે કેટલો સમય અને ક્યારે ઍપ્સ ખોલો અથવા બંધ કરો છો. અમે તમારા વિશે અન્ય માહિતી પણ એકત્ર કરી શકીએ છીએ, તમારી Galaxy Wearable અને ઍપ્સ, Galaxy Wearable સાથે જોડેલ તમારા ડિવાઇસો, અને તમારા Galaxy Wearable નો ઉપયોગ તે રીતે કે જે સંગ્રહના સમયે અમે તમને વર્ણવીએ છીએ, અને જ્યારે પણ આ આવશ્યક હોય, ત્યારે અમે તમારી સંમતિ પ્રાપ્ત કરીશું. તમારી માહિતીનો ઉપયોગ અમે કેવી રીતે કરીએ છીએ? • તમને તમારા Galaxy Wearable માટે નોંધણી કરાવવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે. • તમે વિનંતી કરો તે સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડવા માટે. • તમારી વિનંતીઓ અને પ્રશ્નોના જવાબ આપવા અને તમારા Galaxy Wearable વિશે તમારી સાથે વાતચીત કરવા, તમે તમારા Galaxy Wearable થી સંબંધિત ટેક્નિકલ સહાયની વિનંતી કરો ત્યારે સહાય પ્રદાન કરવા સહિત. • તમને પસંદ કરેલ Samsung અથવા તૃતીય પક્ષની ઍપ્સ, સુવિધાઓ અને સેવાઓ સાથે વાર્તાલાપ કરો તે માટે મંજૂરી આપવા માટે.ઉદાહરણ તરીકે, તમે તમારી ઍપ્સ અને સેટિંગ્સની માહિતીનું Samsung Cloud પર બૅક અપ લઈ શકો છો અથવા તમારા Galaxy Wearable પર Samsung Health નો ઉપયોગ કરી શકો છો. • તમારા Galaxy Wearable થી સંબંધિત કસ્ટમાઇઝ્ડ સામગ્રી અને સેવાઓ પ્રદાન કરવા માટે. • સીધા માર્કેટિંગ સંદેશાવ્યવહારો (જેમ કે પુશ સૂચના, ઇમેલ્સ અને ટેક્સ્ટ સંદેશા દ્વારા) દ્વારા પ્રચારો અને ઑફર્સ પ્રદાન કરવા માટે, માત્ર તમે અમને તમારી અલગ સંમતિ આપી હોય ત્યાં. • Galaxy Wearable અને અમારા વ્યાપારનું સંચાલન, મૂલ્યાંકન અને સુધારણા કરવા માટે (નવા ઉત્પાદનો અને સેવાઓનો વિકાસ સહિત, અમારા ઉત્પાદનો અને સેવાઓમાં વૃદ્ધિ અને સુધારણા; અમારા સંદેશાવ્યવહારનું સંચાલન; અમારા ઉત્પાદનો, સેવાઓ અને ગ્રાહક આધારનું વિશ્લેષણ; માર્કેટિંગ સંશોધન કરવું; ડેટા વિશ્લેષણ કરવું; અને એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને અન્ય આંતરિક ફંક્શનો કરવા). • અમારા ઉત્પાદનો અને સેવાઓ અંગે તમારું મંતવ્ય માંગવું અને જો જરૂર જણાય તો તમારી અલગથી સંમતિ સાથે ગ્રાહક સર્વેક્ષણો કરવા માટે. • તમારા Galaxy Wearable માટે સોફ્ટવેર અપડેટ્સ, જાળવણીની સેવાઓ, અને સમર્થન પૂરાં પાડવા માટે. • છેતરપીંડી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ, દાવા અને અન્ય જવાબદારીઓ સામે રક્ષણ કરવું, તેને ઓળખવી અને અટકાવવી. • આ ગોપનીયતા સૂચન, ગોપનીયતા નીતિ સહિત લાગુ કાનૂની આવશ્યકતાઓ, સંબંધિત ઉદ્યોગના પ્રમાણો અને અમારી નીતિઓનું પાલન કરવું અને અમલ કરવો. તમારું Galaxy Wearable અન્ય Samsung અથવા તૃતીય-પક્ષ ઍપ્સ, સેવાઓ અને સુવિધાઓ સાથે જોડાણ કરવાની અથવા તેનો ઉપયોગ કરવાની ક્ષમતા પ્રદાન કરી શકે છે.ઉદાહરણ તરીકે, તમારા Galaxy Wearable ઉપકરણ પર Samsung Health અથવા Bixby Voice નો તમે ઉપયોગ કરી શકો છો.આ Samsung અને તૃતીય-પક્ષ ઍપ્સ, સેવાઓ અને સુવિધાઓને તેમના પોતાના ગોપનીયતા સૂચનો હોઈ શકે છે.તમે તેમની સમીક્ષા કરો જેથી તે સેવાઓ તમારી માહિતીની કેવી રીતે પ્રક્રિયા કરે છે તે તમે સમજો તે નિશ્ચિત કરી શકાય.અન્ય કોઈ પણ લિંક્ડ અથવા બતાવેલ ઍપ , સેવા અથવા અન્ય સુવિધા અમારી માલિકીની નથી અથવા નિયંત્રિત ન હોય તેટલે અંશે,, અમે તેની સામગ્રી, ઉપયોગ અથવા ગોપનીયતા પદ્ધતિઓ માટે જવાબદાર નથી. અમે તમારી માહિતીને કોની સાથે શેર કરીએ છીએ? અમે તમારી માહિતીને અમારા વ્યાપારની અંદર આંતરિક રૂપે અને નીચેની કંપનીઓને જાહેર કરીશું, પણ ફક્ત ઉપરોક્ત વર્ણવેલ હેતુઓ માટે જ. * સંલગ્ન કંપનીઓ: અમારા નિયંત્રણ અથવા માલિકી હેઠળ હોય તેવી અન્ય Samsung Electronics સમૂહની કંપનીઓ; * સેવા પ્રદાતાઓ: કાળજીપૂર્વક પસંદ કરેલી કંપનીઓ કે જે અમારા માટે અથવા અમારા વતી સેવાઓ પ્રદાન કરે છે, જેમ કે ડેટા સર્વર્સ જે અમારા વતી ડેટા જાળવે છે.આ પ્રદાતાઓ તમારી માહિતીનું રક્ષણ કરવા બાબતે પણ પ્રતિબદ્ધ છે; * અન્ય પક્ષોને જ્યારે કાયદા દ્વારા જરૂરી હોય અથવા તમારા Galaxy Wearable ને સુરક્ષિત કરવા માટે જરૂરી હોય: ઉદાહરણ તરીકે, કાયદા, કાનૂની પ્રક્રિયા અથવા સરકારી અધિકારીઓ દ્વારા કોર્ટના આદેશ દ્વારા તમારી માહિતી જાહેર કરવા માટે તે જરૂરી હોઇ શકે.તેઓ કાયદાનું પાલન, રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ વિરોધી અથવા જાહેર સુરક્ષા સાથે સંબંધિત હોય તેવા અન્ય મુદ્દાઓના હેતુઓ માટે પણ અમારી પાસેથી તમારી માહિતી મેળવી શકે છે; * કોર્પોરેટ લેવડદેવડો સંબંધે અન્ય પક્ષો: વિલીનીકરણ કે ટ્રાન્સ્ફર, સંપાદન કે વેચાણના ભાગરૂપે, અથવા તો નાદારીના કિસ્સામાં અમે તમારી માહિતી તૃતીય પક્ષ સામે જાહેર કરીએ તેમ બની શકે; અને * તમારી સંમતિ સાથે અથવા તમારા દિશાનિર્દેશ અનુસાર અન્ય પક્ષો: આ ગોપનીયતા સૂચનમાં વર્ણવ્યા અનુસાર જાહેર કરવા ઉપરાંત, તમે જ્યારે તૃતીય પક્ષો સાથે માહિતી શેર કરવાની અલગથી સંમતિ આપો, અથવા આવી આપલેની વિનંતી કરો ત્યારે અમે તેમની સાથે તમારા વિશેની માહિતી શેર કરીએ તેમ બની શકે છે. આ ગોપનીયતા સૂચનના અપડેટ્સ અમે તમારા Galaxy Wearable માટે કેવી રીતે તમારી માહિતી એકત્ર કરીએ છીએ અને પ્રક્રિયા કરીએ છીએ તેમાં ફેરફારો અંગે અથવા સંબંધિત કાયદાઓ અને નિયમનોમાં ફેરફારો અંગે તમને જાણ કરવા માટે આ ગોપનીયતા સૂચનને અપડેટ કરવામાં આવી શકે છે.જે તારીખે આ દસ્તાવેજને છેલ્લે અપડેટ કરવામાં આવ્યો હતો તેને આ ગોપનીયતા સૂચનના ટોચના ભાગે દર્શાવવામાં આવી છે. Version:P01.03.00